fbpx

તુલા રાશિ

તુલા રાશિ

  • તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ જીવનની દરેક બાબતમાં બેલેન્સનો આગ્રહ રાખે છે. તેઓ મળતાવડા હોય છે.
  • તેઓ ભૌતિકવાદી હોય છે. તેમને ટ્રાવેલિંગ કરવું ખૂબ ગમે છે. તેઓ બિઝનેસ માઇન્ડેડ હોય છે. દરેક બાબતમાં લાભ અને હાનિનો વિચાર કરે છે. તેઓ વ્યવહાર કુશળ હોય છે.
  • તેઓ સંબંધ બનાવવામાં હોશિયાર હોય છે. વિજાતીય પાત્રોને સહેલાઈથી પોતાની તરફ આકર્ષે છે. તથા પોતે પણ ઝડપથી વિજાતીય પાત્રો તરફ ખેંચાય છે. તેમનું દામ્પત્ય જીવન મોટા ભાગે સુખી હોય છે.
  • તેઓ ન્યાય પ્રિય હોય છે. કલા પ્રેમી હોય છે. પરિવાર પ્રેમી હોય છે. તેઓ સુખ-શાંતિ ઇચ્છે છે. તેઓ નવીનતાને ચાહનારા હોય છે. વિનમ્ર અને ઋજુ સ્વભાવના હોય છે. તેઓ ભાગ્યે જ ગુસ્સે થાય છે.
  • તેઓ સતત ક્રિયાશીલ રહે છે. તેમનામાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે. તેમને સતત કોઈની કંપની જોઈએ છે.
  • પ્રોફેશન

તેઓ બિઝનેસમેન, કલાકાર, ન્યાયાધીશ, ફેશન ડિઝાઇનર, આર્કિટેક્ટ, મોટિવેશનલ સ્પીકર, સાયકોલોજિસ્ટ, રિલેશન મેનેજર, કારીગર અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે.

એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recent Post

Scroll to Top