તા.૦૪-૦૧-૨૦૨૫ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર: શતભિષા
મેષ રાશિ (Aries)
ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. આવકના માર્ગમાં વધારો થશે.
વૃષભ રાશિ (Taurus)
વિદેશ સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને વિશેષ લાભ થશે. જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. આધ્યાત્મિકતા તરફ તમારું મનગતિ કરશે. વાહન ચાલવતા સાચવવું.
મિથુન રાશિ (Gemini)
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને વિશેષ લાભ થશે. ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. વિદેશથી આવકના નવા સ્રોત પ્રાપ્ત થશે. શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કર્ક રાશિ (Cancer)
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે. વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે. મિત્રોનો સાથ સહકાર મળશે.
સિંહ રાશિ (Leo)
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. વાહન ચલાવતા સાચવવું.
કન્યા રાશિ (Virgo)
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. પારિવારિક સુખ સારું રહેશે. દિવસની શરૂઆતમાં પણ અશાંત રહેશે. જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
તુલા રાશિ (Libra)
કાર્યસ્થળ પર વિશેષ જવાબદારી સોપવામાં આવી શકે છે. શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. જ્યોતિષ વાસ્તુ જેવા વિષયમાં રુચિ આવશે.
વૃશ્ચિક રાશિ (Scorpio)
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે. પારિવારિક સુખ સારું રહેશે.
ધન રાશિ (Sagittarius)
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે. લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિ (Capricorn)
અતિ માનસિક વિચારણા કારણે ઊંઘ અસર થઈ શકે છે. જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે. ફાઇનાન્સને લગતું કાર્ય કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે.
કુંભ રાશિ (Aquarius)
સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને વિશેષ લાભ થશે. નવા ઘરની ખરીદી થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવું. આવકના માર્ગમાં વધારો થશે.
મીન રાશિ (Pisces)
વિદેશથી આવકના નવા માર્ગ મળશે. કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે. સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી. ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન થશે.