નવ ગ્રહોમાં બુધ બીજા ક્રમે સૌથી ઝડપથી ચાલનારો ગ્રહ છે. 13મી નવેમ્બરે વૃશ્ચિકમાં પ્રવેશ્યા બાદ માત્ર 20 જ દિવસમાં તે રાશિ પરિવર્તન કરી રહ્યો છે. ત્રીજી ડિસેમ્બરે સવારે 6.36 વાગ્યે બુધનો ધન રાશિમાં પ્રવેશ થયો છે. બુધ રાજકુમાર છે. તે વાણી, પ્રકાશન, લેખન, ગણિત, તર્ક, બુદ્ધિ, કોમ્યુનિકેશન, વાહનવ્યવહાર ઈત્યાદિનો કારક ગ્રહ છે. રાશિ બદલતી વખતે બુધ અસ્ત છે. તેનો ઉદય ચોથી ડિસેમ્બરે બપોરે 2.32 વાગ્યે થશે. 28મી ડિસેમ્બરે સવારે 4.57 વાગ્યે તે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન કઈ રાશિના જાતકો પર શું અસર થશે, તે જોવાનું રહે છે.
મેષઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બની નવમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારા પિતાના આરોગ્યની કાળજી રાખશો. આ દરમિયાન તમારે લાંબા કે ટૂંકા અંતરની યાત્રા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. કળાના સાધકો માટે ઉચ્ચ અભ્યાસના યોગ બને છે.
વૃષભઃ તમારી કુંડળીમાં બુધ બીજા અને પાંચમા સ્થાનનો માલિક બનીને આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને અન્યથી આર્થિક લાભના યોગ બને છે. સંતાનોના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. રિસર્ચ વર્ક કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે. વારસા કે વીમા સંબંધિત લાભ મળી શકે છે.
મિથુનઃ તમારી કુંડળીમાં બુધ પહેલા અને ચોથા સ્થાનનો માલિક બની સાતમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ઘરમાં કોમ્યુનિકેશનના સાધનોમાં વૃદ્ધિ થશે. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે થોડી અનબન રહી શકે છે. તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે. તમે ઘરની બહાર રહેવાનું વધારે પસંદ કરશો.
કર્કઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા અને બારમા સ્થાનનો માલિક બની છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે નોકરી બદલી શકો છો. વાતચીત દ્વારા વાદવિવાદનો અંત લાવશો. તમારા નાના ભાઈ બહેનની જવાબદારીમાં વૃદ્ધિ થઈ શકે છે. નોકરી અર્થે મુસાફરી થઈ શકે છે.
સિંહઃ તમારી કુંડળીમાં બુધ બીજા અને 11મા સ્થાનનો માલિક બની પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. તમારા સંતાનો આ સમયમાં વધારે ક્રિએટીવ બનશે. તમે પણ તમારા હાજર જવાબીપણાનો પરિચય આપશો. કળા અને મીડિયાના ક્ષેત્રમાં કામ કરતાં લોકો માટે સારો સમય છે.
કન્યાઃ તમારી કુંડળીમાં બુધ પહેલા અને દસમા સ્થાનનો માલિક બનીને ચોથા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે આ સમયમાં ઘરે રહેવાનું અથવા વતનમાં રહેવાનું પસંદ કરશો. વર્ક ફ્રોમ હોમ કરશો. ઘરમાં કોમ્યુનિકેશનના સાધનોની વૃદ્ધિ થશે. કારકિર્દી માટે સારો સમય છે. ગૃહઉદ્યોગ ચલાવતા લોકોને વિશેષ ફાયદો મળશે.
તુલાઃ તમારી કુંડળીમાં બુધ નવમા અને બારમા સ્થાનનો માલિક બનીને ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. વિઝા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કે ઓનલાઈન અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો કારોબાર કરતાં લોકો નવું સાહસ ખેડી શકે છે. આ દરમિયાન તમે પોતે મુસાફરી કરી શકો છો. સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવી શકો છો. પિતા સાથેનું તમારું કોમ્યુનિકેશન વધશે. ટીચીંગ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ સારો છે.
વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં બુધ આઠમા અને 11મા સ્થાનનો માલિક બનીને બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. તમારી બચતમાં વૃદ્ધિ થશે. તમે દરેક પ્રકારનો સ્વાદ માણશો. તમારા હાજર જવાબીપણાનો પરિચય આપશો. આવકમાં વૃદ્ધિ થશે.
ધનઃ તમારી કુંડળીમાં બુધ સાતમા અને દસમા સ્થાનનો માલિક બની પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે ધંધામાં નવી ભાગીદારી કરી શકો છો. કારકિર્દીમાં સ્વમહેનતથી આગળ આવશો. જો તમે કોમ્યુનિકેશનના બિઝનેસ સાથે સંકળાયેલા હશો તો આ સમય તમારા માટે ખૂબ સારો છે. તમે તમારી કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાનો પરિચય આપશો.
મકરઃ તમારી કુંડળીમાં બુધ છઠ્ઠા અને નવમા સ્થાનનો માલિક બની બારમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે નોકરી અર્થે લાંબા અંતરની યાત્રા કરી શકો છો. આધ્યાત્મિક સાધના માટે ખૂબ સારો સમય છે. તમે આશ્રમની મુલાકાત લઈ શકો છો. આ સમયમાં તમારી વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.
કુંભઃ તમારી કુંડળીમાં બુધ પાંચમા અને આઠમા સ્થાનનો માલિક બનીને 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને અચાનક મોટો આર્થિક લાભ થઈ શકે છે. જીવનસાથી, બિઝનેસ પાર્ટનર, સાસરા પક્ષ અને સંતાનોથી લાભ થઈ શકે છે. તમે લોકોને હળવા-મળવામાં અને પાર્ટીમાં સમય પસાર કરશો. તમારા સંતાનો કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
મીનઃ તમારી કુંડળીમાં બુધ ચોથા અને સાતમા સ્થાનનો માલિક બની દસમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. પાર્ટનરશીપ બિઝનેસ અને કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. કાર્ય સ્થળ પર તમે તમારી વાણી દ્વારા લોકોને પ્રભાવિત કરશો. કારકિર્દી અર્થે ટ્રાવેલિંગ પણ થઈ શકે છે. લગ્નવાંચ્છુ યુવક- યુવતીઓની જીવનસાથી સાથે મુલાકાત થઈ શકે છે.
એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671