fbpx

મુહૂર્તની જેમ હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો

મુહૂર્તની જેમ હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો

મહૂર્તને બદલે હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો..

હોરા વૈદિક જ્યોતિષનો બહુ જ રસપ્રદ વિષય છે. અંગ્રેજી શબ્દ hour હોરા પરથી ઊતરી આવ્યો છે. અવરનો અને હોરા બંનેનો અર્થ કલાક થાય છે. જ્યોતિષમાં જુદા-જુદા ગ્રહોને જુદી-જુદી કલાકો આપવામાં આવેલી છે. જે-તે ગ્રહની કલાકમાં તેને લગતા કામ કરવાથી સફળતાની સંભાવના વધી જાય છે. દિવસભર એક પછી બીજા અને બીજા પછી ત્રીજા ગ્રહની હોરા ચાલતી રહે છે. જેવીરીતે આપણે કોઈ શુભ કાર્ય શુભ મુહૂર્તમાં કરીએ છીએ તેમ જો તે કાર્યને લગતી હોરામાં કરીએ તો પણ ઉત્તમ પરિણામ મળે છે.

કયા ગ્રહની હોરામાં શું કરી શકાય?

સૂર્યઃ સૂર્ય રાજનીતિ, સત્તા, સરકારી નોકરી, પ્રકાશ, પિતા, આત્મવિશ્વાસ, હાડકાં ય, કીર્તિ વગેરેનો કારક છે. ખાસ કરીને કોઈ સરકારી કામ અટકતું હોય તો સૂર્યની હોરામાં કરવું જોઈએ.

ચંદ્રઃ ચંદ્ર મન, લાગણી, કવિતા, ખોરાક, માતા, પોષણ અને ધ્યાનનો કારક છે. મૂનની હોરામાં મેડિટેશન કરવાથી સહજ ધ્યાન લાગે છે. પૂનમની રાતે ધ્યાન કરવાનો મહિમા પણ ચંદ્રને કારણે જ છે.

ગુરુઃ ગુરુ કાયદો, વિદ્યા, ફાયનાન્સ, શિક્ષણ, આધ્યાત્મિક સાધના અને મેનેજમેન્ટનો કારક છે. આ બધા કામો ગુરુની હોરાથી શરૂ કરો તો ખૂબ ફાયદો થઈ શકે. ગુરુ બેન્કિંગનો પણ કારક હોવાથી બેંકને લગતા કામ ગુરુની હોરામાં થવા જોઈએ. ગુરુ તમને જૉબમાં પ્રમોશન અપાવી શકે.

શુક્રઃ શુક્ર ભૌતિકતા, આનંદ-પ્રમોદ, કલા, ફેશન, મહિલા, પ્રેમ, સહવાસ અને ફિલ્મનો કારક છે. તેને લગતા કામ શુક્રની હોરામાં કરવા જોઈએ. વાહન કે ઘરેણાની ખરીદી શુક્રની હોરામાં જ કરવી જોઈએ.

શનિઃ શનિ શ્રમ, સ્વચ્છતા, કોન્ટ્રાક્ટ, કમિટમેન્ટ, નોકર-ચાકર, ધીમી ગતિની કામગીરી આદિનો કારક છે. તેને લગતા કામ એ સમયમાં થઈ શકે.

બુધઃ બુધ વિદ્યા અભ્યાસ, સલાહ, કોમ્યુનિકેશન, વાણી, પ્રવાસ અને માહિતીનો કારક છે. તેને લગતા કામ બુધની હોરામાં થવા જોઈએ.

મંગળઃ મંગળ જમીન, પ્રોપર્ટી, સ્પોર્ટ્સ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સનો કારક છે. તેને લગતા કામ મંગળની હોરામાં થવા જોઈએ.

રોજ જુદા-જુદા ગ્રહોની હોરાના કલાકો અલગ-અલગ હોય છે. બુધવારની હોરા આ પ્રમાણે રહેશે.

બુધ- 6.03 am, 1.03 pm, 8.03 pm, 3.03 am

ચંદ્ર- 7.03 am, 2.03 pm, 9.03 pm, 4.03

શનિ- 8.03 am, 3.03 pm, 10.03 pm, 5.03

ગુરુ- 9.03 am, 4.03 pm, 11.03 pm,

મંગળ- 10.03 am, 5.03 pm, 12.03 am

સૂર્ય- 11.03 am, 6.03 pm, 1.03 am

શુક્ર- 12.03 pm, 7.03 pm, 2.03 am

(આ હોરા રાજકોટના સૂર્યદય પ્રમાણે કાઢેલી છે. ધારો કે અમદાવાદમાં સૂર્યોદયનો સમય 5.55 વાગ્યાનો છે. તો અમદાવાદમાં પ્રથમ હોરા સવારે 5.55 વાગ્યાથી ગણાશે.)

Recent Post

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે

Read More »
Scroll to Top