- મેષનું પ્રતીક છે, ઘેટું. મેષ રાશિના જાતકો સારા અનુયાયી બને છે. તેમને જે લક્ષ્ય આપવામાં આવે તેને તેઓ વળગી રહે છે. પોતાના ધ્યેયથી ક્યારેય ડાઇવર્ટ થતા નથી. તેઓ ખૂબ સારા ટીમમેટ હોય છે.
- આ રાશિના જાતકોમાં નેતૃત્વના ગુણ પણ હોય છે. તેઓ સતત ક્રિયાશીલ રહે છે. ઊર્જાવાન હોય છે, મહેનતુ હોય છે. ચપળ હોય છે અને ગુસ્સાવાળા પણ.
- મેષના જાતકો સૈનિક અથવા રમતવીર બની શકે છે. તેમનો ફાઇટિંગ સ્પિરિટ ખૂબ સારો હોય છે. તેના કારણે તેમને ઇજા પણ પહોંચે છે. ખાસ કરીને માથાના ભાગ પર. જોકે તેઓ ક્યારેય ઇજાની પરવા કરતા નથી.
- મેષના જાતકો વિસમ સંજોગોમાં પણ ટકી શકે છે. કપરા ચઢાણ ચડી અને આગળ વધી શકે છે. તેઓ સ્વાભિમાની, ઉતાવળિયા અને ક્યારેક અહંકારી પણ હોય છે.
- તેઓ સાહસિક હોય છે. નવો ચીલો ચાતરી શકે છે. પરિસ્થિતિની ચિંતા કરતા નથી. ‘જો હોગા, દેખા જાયેગા’ તેમનો મંત્ર હોય છે.
- પ્રોફેશન
તેઓ નેતા, એક્ટિવિસ્ટ, સૈનિક, અધિકારી, પોલીસ, રમતવીર, નર્સ, ડૉક્ટર, ફેશન આર્ટિસ્ટ, કેર ટેકર, વકીલ,એન્જિનિયર, ઉદ્યોગ સાહસિક, ફાયર ફાઇટર અને આ પ્રકારની થીમવાળા વ્યવસાયોમાં કારકિર્દી બનાવે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671