fbpx

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિ.

  • વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે છે. તેમને ઓવરથિંકિંગ કરવાની કુટેવ હોય છે.
  • તેમનું કદ મધ્યમ, બાંધો મજબૂત અને ચહેરો પહોળો હોય છે. તેઓ લાગણીશીલ હોય છે. બહુ ઝડપથી છંછેડાઈ જાય છે. તેમને પોતાના વખાણ સાંભળવા ખૂબ ગમે છે.
  • તેઓ પોતાની સાથે થયેલા અન્યાયને ક્યારેય ભૂલતા નથી. મોકો મળ્યે અચૂક વેર વાળે છે. તેઓ દોસ્તી કરે તો ઓળઘોળ થઈ જાય અને દુશ્મની કરે તો આભે તારા બતાવી દે.
  • તેમને રીસર્ચ કરવું ખૂબ ગમે છે. તેઓ આલા દરજ્જાના જ્યોતિષી બની શકે છે. કારણ કે તેમની સિક્સ્થ સેન્સ પાવરફૂલ હોય છે. તેમને ભાવિનો અણસાર આવી જાય છે.
  • તેમને ઇન્વેસ્ટિગેશન અને જાસૂસી કરવામાં ખૂબ મજા આવે છે. ગુપ્ત અને ગૂઢ પ્રવૃત્તિઓ તેમને આકર્ષે છે. મંત્ર-તંત્ર જેવા ગૂઢ જ્ઞાનમાં તેમને રસ હોય છે. તેઓ આધ્યાત્મના માર્ગે આગળ વધી શકે છે.
  • પ્રોફેશન

તેઓ સાઇકિક, જ્યોતિષી, સાઇકિએટ્રીસ્ટ, સેક્સોલોજિસ્ટ, જાસૂસ, વિશ્લેષક, સંશોધક, સર્જન, કેમિસ્ટ, તપાસનિશ અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવી શકે છે.

એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recent Post

Scroll to Top