fbpx

કન્યા રાશિ

કન્યા રાશિ

  • કન્યા રાશિનું પ્રતીક છે, કુંવારી કન્યા, જેના હાથમાં ઔષધી છે. મતલબ કન્યા રાશિના જાતકો ખૂબ સારા ઉપચારક હોય છે, સમસ્યાનું સમાધાન શોધવામાં માહેર હોય છે.
  • કન્યા રાશિના જાતકો તેમની મૂળ ઉંમર કરતા નાના દેખાય છે. તેમની ઉંચાઈ મધ્યમ હોય છે, શરીર સુડોળ હોય છે. તેઓ સદાય હસતા જોવા મળે છે.
  • તેમની વિશ્લેષણ શક્તિ ખૂબ સારી હોય છે. તેઓ તાર્કિક અને વૈજ્ઞાનિક અભિગમવાળા હોય છે. ગણિતમાં ખૂબ હોશિયાર હોય છે. વધુ પડતા તર્કને કારણે ઘણીવાર નાસ્તિક બની જાય છે.
  • તેમની માન્યતા બદલવી ખૂબ અઘરી છે. તેઓ સતત દલીલ કરે છે. તેમને દલીલ કરવામાં ખૂબ મજા આવે છે, જોકે આ જ બાબતને લઈને ક્યારેક તેઓ સામેવાળી વ્યક્તિ માટે અળખામણા બની જાય છે.
  • તેઓ દરેક કામમાં પરફેક્શનનો આગ્રહ રાખે છે. તેના લીધે ક્યારેક કચકચિયા પણ બની જાય છે. તેઓ વિદ્વાન હોય છે. ઉત્તમ કક્ષાના માર્ગદર્શક બને છે. જોખી-જોખીને બોલનારા હોય છે.
  • પ્રોફેશન

તેઓ ડૉક્ટર, એન્જિનિયર, નર્સ, વકીલ, વિવેચક, એડિટર, ડેટા સાયન્ટિસ્ટ, ગણિતજ્ઞ, આર્કિટેક્ટ, આંકડાશાસ્ત્રી, ફેશન ડીઝાઇનર અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે.

એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Recent Post

બુધનો વૃશ્ચિકમાં પ્રવેશ થતા શેર માર્કેટમાં મોટી મુવમેન્ટ થઈ શકેઃ એક જ્યોતિષીય અભ્યાસ

બુધ જ્યારે રાશિ બદલે ત્યારે શેરબજારમાં મોટી મુવમેન્ટ થાય છે. 29મીએ રાતે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ

Read More »

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે

Read More »
Scroll to Top