બુધ જ્યારે રાશિ બદલે ત્યારે શેરબજારમાં મોટી મુવમેન્ટ થાય છે. 29મીએ રાતે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેની ઇફેક્ટ 30મીના પ્રાઇસ એક્શનમાં જોવા મળે. વૃશ્ચિક રાશિમાં બુધ અને શુક્રની યુતિ થશે. બુધ અને શુક્રની યુતિ બજારને સસ્તું કરે એવું ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજી કહે છે. બુધ ઉપર ગુરુની દૃષ્ટિ પડે તે પણ માર્કેટને સસ્તું કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે-જ્યારે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ્યો ત્યારે બજારે આપેલી મોટી મુવમેન્ટનો ડેટા તપાસીએ.
તારીખ નિફ્ટીમાં મુવમેન્ટ
21-11-2021 1.96 ટકાનો ઘટાડો
26-10-2018 1.14 ટકાનો ઘટાડો
02-11-2017 0.8 ટકાનો વધારો
09-11-2016 6 ટકાનો ઘટાડો
29-10-2011 7.7 ટકાનો ઉછાળો
05-11-2010 2.6 ટકાનો ઘટાડો
12-11-2009 5.6 ટકાનો ઉછાળો
19-11-2008 1.5 ટકાનો ઘટાડો
27-11-2007 1.2 ટકાનો ઘટાડો
25-10-2005 0.9 ટકાનો વધારો
– 21-11-2021ના રોજ માર્કેટ 1.96 ટકા તૂટ્યું તે દિવસની ઓપનિંગ બેલ કુંડળીમાં શુક્ર લગ્નમાં છે. બુધ અસ્ત છે. તથા બુધ અને ગુરુ વચ્ચે સ્ક્વેર દૃષ્ટિ સંબંધ બને છે. ( સૂર્ય આગળ, બુધ એની પાછળ, શુક્ર એની પાછળ)
– 26-10-2018ના રોજ બજાર 1.14 ટકા તૂટી ગયું ત્યારે લગ્ન કુંડળીમાં ગુરુ હતો. બુધ વક્રી અને અસ્ત હતો. બુધની પાછળ સૂર્ય અને સૂર્યની પાછળ શુક્ર.
– નવમી નવેમ્બર 2016ના રોજ માર્કેટ છ ટકા તૂટી ગયું ત્યારે કેન્દ્રમાં બુધ, શનિ, રાહુ-કેતુ અને ચંદ્ર હતા. બુધ અસ્ત હતો. શુક્ર પાછળ બુધ અને બુધની પાછળ સૂર્ય હતો.
– 29-10-2011ના રોજ બજારમાં 7.7 ટકાનો ઉછાળો આવ્યો ત્યારે ઓપનિંગ બેલ કુંડળીમાં શુક્ર-ચંદ્ર-રાહુની યુતિ હતી. બુધ બારમા સ્થાનમાં અને મંગળ નવમા સ્થાનમાં 29 ડિગ્રીએ હોવાથી સ્ક્વેર દૃષ્ટિ સંબંધ બનતો હતો. શુક્ર અને બુધ વચ્ચે ઝીરો ડીગ્રીનો દૃષ્ટિ સંબંધ બનતો હતો. શુક્રની પાછળ બુધ અને બુધની પાછળ સૂર્ય હતો.
– 05-11-2010ના રોજ બજાર 2.6 ટકા તૂટ્યું ત્યારે ઓપનિંગ બેલ ચાર્ટમાં મંગળ વૃશ્ચિક રાશિમાં હતો. બુધ અને ગુરુ વચ્ચે સ્ક્વેર દૃષ્ટિ સંબંધ બનતો હતો. શુક્ર બારમા સ્થાનમાં તુલા રાશિમાં વક્રી હતો. બુધની પાછળ સૂર્ય અને સૂર્યની પાછળ શુક્ર હતો. કેન્દ્રમાં મંગળ-બુધ-ગુરુ હતા.
– 12-11-2009ના રોજ બજારે 5.6 ટકાનો ઊંચો ઠેકડો માર્યો ત્યારે રાહુ અને બુધ વચ્ચે સ્કવેર દૃષ્ટિ સંબંધ બનતો હતો. લગ્નેશ મંગળ નવમા સ્થાનમાં નીચ રાશિમાં હતો. બુધની પાછળ સૂર્ય અને એની પાછળ શુક્ર હતો.
– 19-11-2008ના રોજ કેન્દ્રમાં ગુરુ અને શુક્રની યુતિ હતી. બજાર 1.5 ટકા તૂટ્યું હતું.
– 27-11-2007ના રોજ નિફ્ટી 1.2 ટકા તૂટી ત્યારે કેન્દ્રમાં ગુરુ, ચંદ્ર અને મંગળ હતા.
છેલ્લા 20 વર્ષમાં બુધ જે-જે દિવસે વૃશ્ચિકમાં પ્રવેશ્યો ત્યારની નિફ્ટીની મુવમેન્ટ અને ત્યારની શેરબજારની કુંડળી તપાસવામાં આવી છે. તેમાંથી જે ડેટ્સમાં મોટી મુવમેન્ટ જોવા મળી તે અહીં નોંધવામાં આવી છે. સાથે તે દિવસની કુંડળીનું ટૂંકમાં વિશ્લેષણ પણ લખવામાં આવ્યું છે. જેટલી મોટી મુવમેન્ટ જોવા મળી છે તેમાં 10માથી છ વખત બજાર નકારાત્મક દિશામાં ગયું છે અને ચાર વખત સકારાત્મક દિશામાં.
આ ડેટાના અભ્યાસ પરથી એવું તારણ નીકળે છે કે તા.30ના રોજ પણ બજાર મોટા ઉતાર-ચડાવ આપી શકે છે. બજાર નેગેટીવ સાઇડ જાય એવી શક્યતા ખરી. જો એવું ન થાય તો મોટા ઉતાર-ચડાવી શક્યતા તો ખરી જ. જોકે આ માત્ર એક અભ્યાસ છે, જે ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજી આધારિત છે. આને કોઈએ ગેરેન્ટી માની લેવી નહીં.
( ડિસ્ક્લેમરઃ આ ડેટા એજ્યુકેશનલ પર્પઝ માટે છે. શેરજારમાં રોકાણ જોખમી છે. પોતાના જ્ઞાન, ક્ષમતા અને વિવેકબુદ્ધિને આધીન થઈને જ બજારમાં રોકાણ કરવું. તમને શેરબજારમાં રોકાણથી કોઈ પણ પ્રકારનો નફો કે નુકસાન થાય તો તેના માટે એસ્ટ્રોપથ કે કુલદીપ કારિયા જવાબદાર રહેશે નહીં. )