fbpx

મંગળનો મેષમાં પ્રવેશઃ તમારા જીવન પર શું અસર થશે?

મંગળનો મેષમાં પ્રવેશઃ તમારા જીવન પર શું અસર થશે?

रक्तमाल्याम्बरधरः शूलशक्तिगदाधरः।
चतुर्भुजो मेघवर्णः सर्वशत्रुनिवारणः॥

મંત્ર મહોદધિમાં વર્ણન છે કે, લાલ માળા અને વસ્ત્રો ધારણ કરનારા, ત્રિશૂલ, શક્તિ અને ગદા ધારણ કરનારા, ચાર ભુજાવાળા, વીજળી જેવો રંગ ધરાવનારા અને સર્વ શત્રુઓનો નાશ કરનારા મંગળને નમન.

તો વળી, કુજ સ્તોત્રમાં આમ કહેવામાં આવ્યું છે.

कृत्स्नं लोकं भयङ्करः सर्वशत्रुविनाशनः।
ताम्रवर्णो महातेजाः सर्वारिष्टनिवारणः॥

અર્થાત સંપૂર્ણ લોકને ડરાવનારા, સર્વ શત્રુઓનો નાશ કરનારા, તાંબા જેવો રંગ ધરાવનારા, મહાતેજસ્વી અને સર્વ આકસ્મિક કષ્ટોનો નાશ કરનારા મંગળને નમન.

જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઊર્જા, યુદ્ધ, ક્રોધ, સેના, કોલસો, જમીન, જમીનમાંથી નીકળતી વસ્તુઓ, રક્ત, નાનો ભાઈ, ઇજા, સાહસ, કર્જ વગેરેનો કારક માનવામાં આવે છે. આવા મંગળ મહારાજે પહેલી જૂને બપોરે 03.21 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તે 12મી જુલાઈના સાંજે 06.24 સુધી ભ્રમણ કરશે.

પરાશર ઋષિએ કહ્યું છે કે,

मेषे स्थितो भवेन्मङ्गलो नित्यं च शुभप्रदः।
धैर्यमारोग्यमारम्भे च वर्धते मेषराशिनाम्॥

અર્થાત્ મેષ રાશિમાં મંગળનું ગોચર શુભ છે. તે ધૈર્ય આપે છે, આરોગ્ય સુધારે છે અને નવા કાર્યોનો આરંભ કરાવે છે.

જોકે વરુણ સંહિતાનો મત જરાક જુદો છે. તે કહે છે કે, મેષમાં મંગળનું ગોચર ધનહાનિ કરાવે છે. ક્રોધ પેદા કરે છે. मेषे स्थितः कुजः क्रोधी धनहानिः प्रदायकः। જો આ વાત સાચી હોય તો આગામી દિવસોમાં શેરબજાર રેડઝોનમાં જોવા મળી શકે છે અને વિશ્વમાં અશાંતિ વધી શકે છે.

તમામ બાર રાશિઓના જાતક પર મંગળનું મેષ ગોચર શું અસર કરશે? તે જોઈએ.

મેષ: મંગળનું તમારી પોતાની રાશિમાં ગોચર ઊર્જા વધારનારું છે. તમે વધુ અદમ્ય સાહસ અને ઊર્જાનો અનુભવ કરશો. આ સમયગાળો નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અને તમારા લક્ષ્યને પૂરા કરવા માટે ઉત્તમ છે. આરોગ્ય સૂધરશે અને તમારો આત્મવિશ્વાસ વધશે, જે તમને સફળતા અપાવશે.

વૃષભ: મંગળનું આ ગોચર તમને મિશ્રિત પરિણામો લાવી શકે છે. એક બાજુ, આર્થિક ખર્ચ અને વ્યવસાયિક પડકારોનો સામનો કરવો પડી શકે છે, જ્યારે બીજી બાજુ, લાંબા સમયથી પેન્ડિંગ પરિવારીક પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સમય આવી પહોંચ્યો છે. આ અવધિ દરમિયાન ધીરજ અને સંયમ બંને જરૂરી છે.

મિથુન: મંગળનું મેષ ગોચર તમને વધુને વધુ સામાજિક બનાવશે. તમે મનોરંજન માણવા તરફ દોરાશો. તમે નવા લોકો સાથે મુલાકાત કરશો અને તમારું નેટવર્ક વિસ્તરશે. નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આ સમય સાનુકૂળ છે. મિત્રો અને પરિવારના સભ્યો તમને સહકાર આપશે. તમે તમારી ઇચ્છાપૂર્તિ કરી શકશો.

કર્ક: મંગળના આ ગોચર દરમિયાન તમારે ઘર અને પરિવારના મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. તેની પાછળ ઊર્જા અને સમય બંનેનો બગાડ થશે. સંપત્તિ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. આ સમયગાળો માતા સાથેના સંબંધોમાં સુધારો લાવશે. તમે પોઝિટીવ ફીલિંગ અનુભવશો.

સિંહ: તમારા માટે આ ગોચર શૈક્ષણિક અને વ્યાવસાયિક સાહસોમાં મોટી સફળતા લાવશે. તમે ઊંચા લક્ષ્યો રાખી અને તેને વીંધી બતાવશો. તેના કારણે ચારેકોર તમારી પ્રશંસા થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય વિશેષ ફળદાયી છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉન્નતિ થશે.

કન્યા: મંગળના આ ગોચર દરમિયાન તમારે આર્થિક મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવું પડશે. અચાનક ખર્ચ અને રોકાણની તકો ઊભી થઈ શકે છે, જે માટે વિવેકપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર છે. તમારી અંદર રહેલા નીરક્ષીર વિવેકનો ઉપયોગ કરવાનો સમય હવે આવી ગયો છે. તમે તમારી વ્યાવસાયિક બુદ્ધિના ચમકારા બતાવશો.

તુલા: મંગળનું આ ગોચર તમારા સંબંધોમાં તણાવ લાવી શકે છે. પરિવારના વિવાદો અને પ્રિયજનો સાથે મતભેદ થઈ શકે છે. જો ઓરલેડી તિરાડ હશે તો તે વધુ પહોળી થશે. ધીરજ અને શાંતિ જાળવી રાખવી જરૂરી છે. જીવનસાથી અને મિત્રો સાથેના સંબંધો સુધારવા પર ધ્યાન આપો.

વૃશ્ચિક: આ ગોચર દરમિયાન તમારે આરોગ્યને પ્રાથમિકતા આપવી પડશે. તમે માનસિક તણાવનો અનુભવ કરશો. બેદરકાર રહેશો તો શારીરિક સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે. આઉટડોર એક્ટવિટીઝ વધારો. આચર-કૂચર ખાવાનું બંધ કરી દો.

ધન: આ ગોચરના પ્રતાપે તમારા મોજશોખમાં વધારો થશે. નવા સંબંધો, નવા મિત્રો લાભદાયી સિદ્ધ થશે. સાહિત્ય અને કલા ક્ષેત્રે ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. આવકના નવા સ્રોત ઊભા થવાની કે આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે.

મકર: આ ગોચર તમારા ગૃહસ્થ કામકાજમાં અવરોધ લાવી શકે છે. ધીરજ અને સહનશક્તિ ગુમાવશો નહીં. પરિવારના મુદ્દાઓ અને સંપત્તિ સંબંધિત કાર્યોમાં વધુ ધ્યાન આપવું પડશે. જૂના વિવાદો ઉકેલવા માટે કવાયત કરવાની થશે.

કુંભ: આ ગોચરથી તમે શૈક્ષણિક અને કોમ્યુનિકેશન સંબંધિત કાર્યોમાં સફળતા મેળવી શકો છો. નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આ સમય ઉત્તમ છે. તમારા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવાનું રાખો. નવા આઇડિયા વિચારો. નવા આયોજનો કરો. વ્યક્તિગત વિકાસ માટે આ શ્રેષ્ઠ સમય છે.

મીન: આ ગોચરથી તમારા જીવનમાં આર્થિક બાબતે ઉતાર-ચડાવ આવશે. રોકાણ અને પૈસા બાબતના નિર્ણયોમાં સાવચેત રહો. આર્થિક સમસ્યાનું નિવારણ કઈ રીતે લાવવું તે વિચારવા માંડો. નવા નાણાકીય અવસર શોધવા અને તેમના પર સાવધાનીથી કામ કરવા માટેનો સમય આવી ગયો છે.

મંગળ શાંતિના ઉપાય
• મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
• “ॐ अं अंगारकाय नमः” આ મંત્રની રોજ એક માળા કરવી.
• મંગળવારે રક્તચંદનનું તિલક કરવું.

#astrology #horoscope #astrologer #jyotish #astropath #astropathkuldeep #tips #moon #zodiacsigns #remedy #remedies

Recent Post

બુધનો વૃશ્ચિકમાં પ્રવેશ થતા શેર માર્કેટમાં મોટી મુવમેન્ટ થઈ શકેઃ એક જ્યોતિષીય અભ્યાસ

બુધ જ્યારે રાશિ બદલે ત્યારે શેરબજારમાં મોટી મુવમેન્ટ થાય છે. 29મીએ રાતે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ

Read More »

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે

Read More »
Scroll to Top