fbpx

સિંહ રાશિ

સિંહ રાશિ

  • સિંહ રાશિનું પ્રતીક છે, સિંહ. આ રાશિના જાતકો સિંહ જેવા અર્થાત રાજા જેવા હોય છે. તેઓ બહાદૂર હોય છે, પ્રતાપી હોય છે, ગરમ મગજના હોય છે. ક્યારેક અહંકારી પણ હોય છે.
  • તેમનો બાંધો મજબૂત અને સુદ્રઢ હોય છે. કપાળ મોટું હોય છે. વાળ ઓછા હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તેમને નેતૃત્વ કરવું ગમે છે.
  • સિંહ રાશિના જાતકો તેમને વફાદાર રહેનારા લોકોનું રક્ષણ કરે છે. તેમના માટે ત્યાગ કરે છે. બલિદાન આપે છે. તેમને પ્રશંસા સાંભળવી ખૂબ ગમે છે. તેઓ બીજા પર આધિપત્ય જમાવે છે.
  • તેઓ આળસું હોય છે, પરંતુ જો કોઈ મિશન હાથમાં લે તો યુદ્ધના ધોરણે કામ કરે છે. તેમની સાથે દગો કરનારને તેઓ ક્યારેય માફ કરતા નથી.
  • મગજના તીખા હોવા છતાં સિંહ રાશિના જાતકો દયાળું હોય છે. પરોપકાર વૃત્તિવાળા હોય છે. સેવા કાર્યો કરવામાં તેમને આનંદ મળે છે. બીજાના હાથ નીચે કામ કરવામાં તેમને અણગમો થાય છે.
  • પ્રોફેશન

તેઓ મેનેજર, પોલિટિશિયન, અભિનેતા, મોટિવેશનલ સ્પીકર, પ્રવક્તા, ઇવેન્ટ મેનેજર, કલાકાર, વકીલ, જ્યોતિષ, બિઝનેસમેન અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે.

એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Recent Post

બુધનો વૃશ્ચિકમાં પ્રવેશ થતા શેર માર્કેટમાં મોટી મુવમેન્ટ થઈ શકેઃ એક જ્યોતિષીય અભ્યાસ

બુધ જ્યારે રાશિ બદલે ત્યારે શેરબજારમાં મોટી મુવમેન્ટ થાય છે. 29મીએ રાતે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ

Read More »

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે

Read More »
Scroll to Top