શનિનો ફરીથી મકરમાં પ્રવેશઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે?
निलांजन समाभासं रविपुत्र यमाग्रजम् ।
छाया मार्तंड संभूतं तं नमामि शनैश्चरम ।।
જે નિલવર્ણી પર્વત જેવા શોભાયમાન છે, જે સૂર્યના પુત્ર છે અને યમના મોટા ભાઈ છે. છાયાના ઉદરમાંથી જેમનો જન્મ થયો છે, તેવા શનિદેવને હું નમન કરું છું.
શનૈશ્ચરનો અર્થ થાય છે ધીમે ચાલનારો. શનિદેવ સર્વાધિક ધીમે ચાલતા દેવતા છે. ચંદ્ર 2.33 દિવસમાં રાશિ બદલે છે. શનિ દેવ અઢી વર્ષે રાશિ બદલે છે. કાચબો શનિનું પ્રતીક છે. કારણ કે તે ધીમે ચાલે છે અને 300 વર્ષ જીવે છે. શનિ સૌથી વધુ આયુષ્ય આપનારો ગ્રહ છે. ધીમે ચાલનારા શનિદેવ સર્વાધિક ફળ આપનાર છે.
એવા શનિ મહારાજ ટૂંક સમય માટે કુંભ રાશિમાંથી મકર રાશિમાં પધાર્યા છે. 12મી જુલાઈએ બપોરે 01.33 વાગ્યે તેમણે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. 23 ઓક્ટોબર સુધી શનિ વક્રી રહેશે. તા.25 સુધી સ્તંભન અવસ્થામાં રહશે. અને 17મી જાન્યુઆરી 2023ના રોજ ફરીથી કુંભમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શનિ મહારાજ કઈ રાશિના જાતકોને શું અસર કરશે. તેના પર એક નજર.
1) મેષઃ તમારી કુંડળીમાં શનિ 10મા સ્થાનમાં પ્રવેશ કરી રહ્યો છે. આગામી છ મહિના તમારી કારકિર્દી માટે મહત્ત્વના રહેશે. તમે તમારા જીવનના કેટલાક અધૂરા રહી ગયેલા કાર્યો આ સમયમાં પૂરા કરશો. તમારી નિંદર ઘટશે. પાર્ટનરશિપ અને કોન્ટ્રાક્ટને લગતા મુદ્દાઓ મહત્ત્વના બનશે. તમે પ્રોપર્ટી ખરીદશો.
2) વૃષભઃ તમારી કુંડળીમાં શનિ નવમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી છ મહિના દરમિયાન પિતા માટે તમે ચિંતિત બનશો. લાંબા અંતરની યાત્રા થઈ શકે. ધાર્મિક પ્રવૃત્તિમાં રત રહેશો. આવકમાં વૃદ્ધિ થશે. જૂની ઇચ્છા પૂરી થશે. કોર્ટ મેટર ઉકેલાઈ જશે. નોકરીમાં ફાયદો થશે.
3) મિથુનઃ તમારી કુંડળીમાં શનિ આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. વારસા કે સાસરા પક્ષનો કોઈ પ્રશ્ન ઉકેલાશે. મુશ્કેલીના સમયમાં પિતા, ગુરુ કે નોકર તરફથી મદદ મળશે. નવેમ્બર સુધીમાં કારકિર્દીનો વિકાસ થશે. પ્રમોશનની પ્રબળ શક્યતા છે. સટ્ટાકીય પ્રવૃત્તિથી બચીને રહેવું.
4) કર્કઃ તમારી કુંડળીમાં શનિ સાતમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી છ મહિનામાં કારકિર્દીનો વિકાસ થશે. મેરેજ લાઇફમાં સાચવજો. લાંબા અંતરની યાત્રા થઈ શકે. ધાર્મિક યાત્રા કે વિદેશ પ્રવાસ. જીવનમાં પ્રગતિના સંકેત છે. તમારા મમ્મીનું સ્વાસ્થ્ય સાચવજો. પ્રોપર્ટી સંબંધિત કામ થઈ શકે.
5) સિંહઃ તમારી કુંડળીમાં શનિ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. વૈવાહિક જીવનમાં શાંતિ બની રહે તેવા પ્રયત્નો કરજો. આરોગ્ય સાચવજો. આગામી છ મહિનામાં વિદેશ પ્રવાસ થઈ શકે છે. કારકિર્દીમાં આવતા વિઘ્નો દૂર થઈ શકે છે. મહેનત રંગ લાવશે.
6) કન્યાઃ તમારી કુંડળીમાં શનિ પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારા ઘરે સંતાનનો જન્મ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં સંઘર્ષ થશે. આવકમાં વૃદ્ધિ થશે. જેમના મેરેજ બાકી છે તેમના મેરેજના પણ યોગ બને. તમારી કારકિર્દીની અંદર આગામી છ મહિના દરમિયાન તમારે બોલવાનું કામ વધારે થશે.
7) તુલાઃ તમારી કુંડળીમાં શનિ ચોથા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી છ મહિનામાં મિલકત સંબંધિત વિવાદ ઉકેલાશે. નવી મિલકત ખરીદી પણ થાય. નોકરીમાં પ્રગતિ થશે. કારકિર્દીમાં પ્રગતિ થશે. જીવનમાં મોટિવેશન વધશે. આળસ ખંખેરજો. માતાની કાળજી લેજો.
8) વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં શનિ ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી છ મહિનામાં તમે વિદેશયાત્રા કરશો. તમારા સંતાનો માટે સારો સમય. મહેનત રંગ લાવશે. સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેજો. તબિયત સાચવજો. લાંબા અંતરની યાત્રા થઈ શકે. કારકિર્દી અર્થે વિદેશ જવાનું થશે.
9) ધનઃ તમારી કુંડળીમાં શનિ બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી છ મહિનામાં શનિ તમારી કુંડળીમાં બીજા સ્થાનમાંથી પસાર થશે. પરિવારના અધૂરા કાર્યો પૂરા કરશો. પ્રોપર્ટીની બાબતમાં કામ થઈ શકે. સાસરા પક્ષમાં શુભ કાર્ય થશે. વારસાને લગતો પ્રશ્ન હલ થશે. કારકિર્દીમાં ઇચ્છિત પ્રગતિ મળે.
10) મકરઃ તમારી કુંડળીમાં શનિ પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારી જીવનમાં આ સૌથી મહત્ત્વનો સમય છે. તમારી મહેનત રંગ લાવશે. આગામી છ મહિનામાં લગ્ન થઈ જશે. કરિયર માટે ખૂબ સારો સમય. વિદેશયાત્રા સંભવ છે. પાર્ટનરશિપ બિઝનેસ માટે પણ ખૂબ સારો સમય.
11) કુંભઃ તમારી કુંડળીમાં શનિ (Saturn ) 12મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી છ મહિનામાં લાંબા અંતરની યાત્રા કે વિદેશયાત્રા સંભવ છે. રાત ઉજાગરા વધશે. ઊંઘ ઘટશે. દેવું ઘટશે. શત્રુઓ ઓછા થશે. પરિવારમાં શુભ કાર્ય થશે. કારકિર્દી અર્થે પ્રવાસ થશે.
12) મીનઃ તમારી કુંડળીમાં શનિ ( Saturn ) 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી છ મહિનામાં અટકેલા લાભ મળશે. જીવન માટે મહત્ત્વપૂર્ણ સમય. સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. આકસ્મિક લાભ થઈ શકે. શેરબજાર કે સટ્ટા બજારમાં લાભ થઈ શકે. ઇન્શ્યુરન્સ, કારખાનુ, લોખંડ, વર્કશોપ વગેરે ક્ષેત્રમાં કારકિર્દી માટે સારો સમય. ધંધા માટે અન્ય તરફથી આર્થિક લાભ મળી શકે.
આભાર
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા
88661 88671