fbpx

જન્મ કુંડળીમાં વક્રી ગ્રહો કેવું ફળ આપે છે?

જન્મ કુંડળીમાં વક્રી ગ્રહો કેવું ફળ આપે છે?

જન્મ કુંડળીમાં રાહુ અને કેતુ હંમેશા વક્રી હોય છે. સૂર્ય અને ચંદ્ર ક્યારેય વક્રી થતા નથી. એ સિવાયના ગ્રહો અમુક સમય માટે વક્રી થતા હોય છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ અમુક સમય માટે વક્રી થતા હોય છે. કુંડળીમાં વક્રી થતા ગ્રહો એક ખાસ ઈશારો કરે છે. શું છે તે ઈશારો? શું છે તે સંકેત? મુદ્દાસર જોઈએ.

• જન્મ કુંડળીમાં જે ગ્રહ વક્રી હોય તે ગ્રહ સંબંધિત કાર્યમાં વિલંબ થાય છે અથવા અવરોધ આવે છે. દા.ત. કુંડળીમાં શુક્ર વક્રી હોય તો વિવાહમાં વિલંબ થાય અથવા વિવાહમાં અવરોધ ઊભો થાય.

• કોઈ પણ ગ્રહ ઊંધો ચાલતો નથી, પણ ઊંધો ચાલતો દેખાય છે. તેનો અર્થ એ થયો કે તે પોતાની સાથે સંકળાયેલી બાબતોમાં ભ્રમ ઊભો કરે છે. શનિ વક્રી હોય તો કારકિર્દીમાં બધું જ સારું હોય તો પણ એમ લાગ્યા કરે કે કારકિર્દીમાં સંઘર્ષ છે.

• માર્ગી ગ્રહો બહીર્મુખી હોય છે. વક્રી ગ્રહો અંતર્મુખી. વક્રી ગ્રહો આધ્યાત્મિક ઉન્નતિમાં મદદ કરે છે.

• ભૂતકાળમાં આપણે જે કામ બરાબર નથી કરી શક્યા તે સુધારવા માટે વક્રી ગ્રહો તક આપે છે. આમ વક્રી ગ્રહ જૂની ભૂલ સુધારી લેવા તરફ ઈશારો કરે છે.

• વક્રી ગ્રહો વિચારોની અસ્પષ્ટતા અને સ્ટ્રેસ આપે છે. આવા સમયે મેડિટેશન અને સકારાત્મક વિચારધારા મદદરૂપ સાબિત થઈ શકે છે.

જન્મ કુંડળીમાં વક્રી ગ્રહો કેવું ફળ આપે છે?

Recent Post

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે

Read More »
Scroll to Top