fbpx

છેલ્લા 30 વર્ષમાં વક્રી મંગળની નિફ્ટી પર અસર

છેલ્લા 30 વર્ષમાં વક્રી મંગળની નિફ્ટી પર અસર

ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજીમાં મંગળ પ્રાઇસ એક્શનનો ગ્રહ છે. તે વક્રી થાય, માર્ગી થાય, અસ્ત કે ઉદિત થાય અથવા રાશિ બદલે ત્યારે શેરબજારમાં કોઈ પણ બાજું મોટી મુવમેન્ટ જોવા મળતી હોય છે. મંગળ દોઢ વર્ષે એક વખત વક્રી થાય છે. મંગળ એક રાશિચક્ર 705 દિવસમાં પૂરું કરે છે અને તેમાંથી 76થી 80 દિવસ સુધી વક્રી રહે છે. 7મી ડિસેમ્બરથી મંગળ વક્રી થયો છે. ત્યારથી આજની તારીખ સુધીમાં નિફ્ટી 4.42 ટકા કરેક્ટ થઈ ચૂકી છે.

ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ મંગળ વક્રી થયો ત્યારનો હિસ્ટોરિકલ ડેટા ઇમેજમાં આપેલો છે. છેલ્લા 20 વર્ષમાં મંગળ 14 વખત વક્રી થયો છે. તેમાંથી ચાર વખત માર્કેટ તૂટ્યું છે અને 10 વખત ઉપર ચડ્યું છે. મંગળ વક્રી થતા બજારમાં મહત્તમ કરેક્શન 2001માં થયું હતું, 8.33 ટકા. 2007ના અંતમાં મંગળ વક્રી થયા બાદ નિફ્ટી 7 ટકા તૂટી હતી. વર્તમાન સમયમાં મંગળ વક્રી થયા બાદ બજાર 4.42 ટકા તૂટ્યું છે. આથી બજારમાં હેવી કરેક્શનનો ભય છે, પરંતુ ગ્રહોના ગણિત પ્રમાણે હવે બજાર તા.20ના 23537ના બંધથી મેક્સિમમ 3 કે 3.5 ટકા કરેક્ટ થઈ શકે. એનાથી વધારે કરેક્શનની શક્યતા લાગતી નથી. 24 ફેબ્રુઆરી સુધી મંગળ વક્રી છે ત્યાં સુધીમાં આ કરેક્શન આવી શકે છે.

આગામી બે મહિના રિટેલ બાયર માર્કેટથી દૂર રહી શકે, આગામી બે મહિના લોન્ગ ટર્મ ખરીદી અને કન્સોલિડેશન જોવા મળી શકે. એસ્ટ્રો ડેટા એનાલિસિસ પરથી હું એવા તારણ પર પહોંચ્યો છું કે બજાર હવે અહીંથી ઝાઝું તૂટી શકે નહીં.

ડિસ્ક્લેમરઃ
આ વિશ્લેષણ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે અને એજ્યુકેશનલ પર્પર્ઝથી કરવામાં આવેલું છે. આ માત્ર એક અંદાજ છે. આને આખરી નિષ્કર્ષ કે ટિપ સમજવાની ભૂલ કરવી નહીં. શેરબજારમાં રોકાણ જોખમી હોય છે. તેના લીધે તમને કોઈ લાભ કે હાનિ થાય છે તો તેના માટે એસ્ટ્રોપથ કે કુલદીપ કારિયા જવાબદાર રહેશે નહીં.

છેલ્લા 30 વર્ષમાં વક્રી મંગળની નિફ્ટી પર અસર

Recent Post

Scroll to Top