મેષ રાશિ (Aries)
પ્રતીક – ઘેંટા જેવી આકૃતિ તત્વ – અગ્નિ
સ્વામી – મંગળ દિશા – પૂર્વ
શારીરિક અંગ – માથું ઉચ્ચ ગ્રહ – સૂર્ય
લિંગ – પુરુષ નીચ ગ્રહ – શનિ
આ રાશિમાં ત્રણ નક્ષત્ર આવે છે – અશ્વિની – 4 (કેતુ), ભરણી – 4 (શુક્ર), કૃતિકા – 1 (સૂર્ય)
અહીં નંબર નક્ષત્રોના ચરણોની સંખ્યા અને કોષ્ટકમાં લખેલો ગ્રહ નક્ષત્રનો સ્વામી દર્શાવે છે. જેમ કે મેષ રાશિમાં અશ્વિની નક્ષત્રના ચારે ય ચરણ આવે છે અને એ ચરણનો સ્વામી કેતુ હોય છે. આ જ રીતે મેષ રાશિમાં ભરણી નક્ષત્રના પણ ચારે ય ચરણ અને કૃતિક નક્ષત્રનું પ્રથમ ચરણ આવે છે.
મેષ રાશિચક્રની સૌથી પહેલી રાશિ છે. આ અગ્નિ તત્વવાળી રાશિ છે અને આનો સ્વામી મંગળ પણ અગ્નિ તત્વ ધરાવતો ગ્રહ છે. રાશિ અને સ્વામી બંનેનો આ અગ્નિસંયોગ તમારી ઉર્જા અનેકગણી વધારી દે છે. આ રાશિનું પ્રતીક ઘેટું હોય છે. ઘેંટી સીધી અને શિસ્તપ્રિય હોય છે પરંતુ નર ઘેંટુ ઉગ્ર અને સ્વચ્છંદ હોય છે. એ કારણોસર આ રાશિના જાતકને ઉશ્કેરાવામાં વધુ સમય નથી લાગતો. તમે મજબૂત અને શક્તિશાળી વિશેષતાઓ ધરાવતા વ્યક્તિ છો. તમારી અંદર પોતાના લક્ષ્યને પામવાની પ્રબળ ઈચ્છા હોય છે અને તમે તમારુ લક્ષ્ય પ્રાપ્ત કરવા મજબૂત ઈચ્છાશક્તિ સાથે આગળ વધો છો. તમે બહુ ઉર્જાવાન છો અને તમારી આ ઉર્જા તમને સરળતાથી થાકવા દેતી નથી. તમે સાહસિક છો અને તમને નેતૃત્વ કરવામાં આનંદ આવે છે. તમારો વ્યવહાર સ્પષ્ટ અને સીધો હોય છે તથા તમે કોઈપણ સમસ્યાનો સીધો સામનો કરવામાં વિશ્વાસ ધરાવો છો.
મેષ રાશિનો સ્વામી મંગળ (લાલ ગ્રહ) હોય છે જેને યુદ્ધનો દેવતા માનવામાં આવે છે. પરંતુ એનો એ મતલબ નથી કે આ રાશિના જાતકો દરેક સમયે ઝઘડા માટે તૈયાર રહે છે. આનો મતલબ એ છે કે તમે હંમેશા સક્રિય રહેવા ઈચ્છો છો ખાલી બેસવુ એ તમારો સ્વભાવ નથી. આ રાશિના જાતકોની સામે જ્યારે કોઈ સમસ્યા કે અડચણ આવે છે ત્યારે તેઓ તરત જ એનો હલ કાઢવાની યોજના બનાવવા લાગે છે અને ઝડપથી એના પર અમલ પણ કરે છે. તમારો સ્વામી મંગળ તમને ભરપૂર ઉર્જા પ્રદાન કરે છે અને તમે હંમેશા એનો સકારાત્મક ઉપયોગ કરો છો.
તમારું તત્વ અગ્નિ ખુબ શક્તિશાળી છે અને તમારામાં અગ્નિનો ગરમાવો રહે છે. તમારી અંદરની ઉર્જામાં ભાગ્યે જ ઘટાડો આવશે. તમારી સૌથી સારી બાબત જ એ છે કે તમે જ્યાં જશો ત્યાં પોતાની ઉર્જાનો પ્રકાશ ફેલાવશો અને એનો ફાયદો બધાંને મળશે. તમારામાં જીવનશક્તિ ખુબ વધારે હોવાથી તમે મુશ્કેલીઓમાંથી સરળતાથી માર્ગ કાઢી લો છો અને એમાંથી બહાર નીકળી આવો છો.
તમારી સૌથી મોટી તાકાત તમારી સાહસિકતા છે. તમે જિંદગીના પડકારોનો સામનો કોઈપણ પ્રકારના ભય વિના કરો છો. સ્વતંત્રતા, ઉદારતા, ઉત્સાહ, આશાવાદ અને ધીરજ તમારા સકારાત્મક ગુણ છે.
તમે જિદ્દી છો. તમે લોકોની સલાહ નથી માનતા. તમે જે ધારો એ જ કરવામાં વિશ્વાસ ધરાવો છો. તમે નાની નાની વાતે નારાજ થઈ જાવ છો. તમે થોડી તરંગી સ્વભાવના છો.
મેષ રાશિના જાતકો અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે એટલે તેમણે એસીડીટીથી બચવા માટે મસાલેદાર ભોજનથી અંતર રાખવું જોઈએ. એમણે હંમેશા એવું ભોજન આરોગવું જોઈએ જે એમના લીવર અને કિડનીને તંદુરસ્તી બક્ષે.
આ રાશિના જાતકોને પેટ, માથા, કિડની, માઈગ્રેન અને અપચાથી સંબંધિત રોગ થવાની શક્યતા રહે છે.