Rahu remedy
રાહુને શાંત કરવાના પ્રેક્ટિકલ ઉપાય
રાહુ એ અધૂરી ઇચ્છાનો કારક છે. વળગણનો કારક છે. રાહુ અમર છે અને આપણી અધૂરી ઇચ્છાઓ પણ અમરત્વ ધરાવતી હોય છે. કેવી સમાનતા! ક્યારેક તો લાગે છે કે જ્યોતિષશાસ્ત્ર એક મહાન કાવ્ય છે. રાહુ વળગણનો કારક છે. વળગણ એટલે ઓબ્સેશન. તમે કોઈ ચીજની પાછળ ઘેલા-ઘેલા હો, પાગલ હો, દિવાના હો તો તમને એ પાર્ટમાં રાહુ અસર કરી રહ્યો છે તેમ કહી શકાય.
રાહુના બે જ દુશ્મન છે. સૂર્ય અને ચંદ્ર. કારણ કે આ બંને ગ્રહો (યસ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય તારો નહીં, પણ ગ્રહ છે. શા માટે ગ્રહ છે તેનું લોજિક આના પછીના આર્ટીકલમાં.)એ ભગવાન વિષ્ણુને અમૃત પીવા આવેલા દૈત્ય સ્વરભાનુ વિશે બાતમી આપી હતી. એ દૈત્ય સ્વરભાનુનું શીશ કપાઈ જતા રાહુ અને કેતુ બન્યા. બાતમીદાર સૂર્ય અને ચંદ્ર પ્રત્યે રાહુને ક્રોધ છે. એટલે જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડે છે.
રાહુ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડે એનો મતલબ શું? ચંદ્ર એટલે મન અને રાહુ એટલે વ્યસન, ઇચ્છા, ભ્રમણા. વ્યસનો કરવાથી, બહુ ઇચ્છાઓ કરવાથી ભ્રમમાં રહેવાથી મન પીડિત થાય છે. અર્થાત રાહુએ ચંદ્રને પીડિત કર્યો. રાહુ સૂર્યને કઈ રીતે પીડે? વ્યસન કરવાથી ચેતના ઘટે. ચેતના એટલે સૂર્ય. સૂર્ય એટલે આત્મા અને ઇચ્છા એટલે આત્મા પરનું ગ્રહણ. આ રીતે રાહુ સૂર્ય અને ચંદ્ર બંનેને અને એ રીતે આપણા મનને, જીવનને નુકસાન પહોંચાડે છે.
રાહુનું ચરિત્ર અને તેની અસર સમજ્યા પછી હવે તેને શાંત કરવાના ઉપાય સમજીએ. ( Rahu remedies )
1) મેડિટેશન કરો જેથી ઇચ્છાઓ ઘટે.
2) વ્યસનો છોડી દો. દારુ, સિગારેટ, પાન-બીડી કંઈ નહીં. વ્યસન ચેતના ઘટાડે છે. ઇચ્છાવૃત્તિ ભડકાવે છે.
3) ઇચ્છા કર્યા ન રહી શકાય તો સારી, સાત્વિક ઇચ્છા કરો.
4) ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ માનો. તેમ કરવાથી ઇચ્છા ઘટશે.
4) રાત ઉજાગરા ન કરો. રાતે રાહુ વધારે સક્રિય હોય છે. મોડામાં મોડા રાતે 10 વાગ્યે ઊંઘી જાવ.
5) જુગાર ન રમો. શોખ ખાતર પણ નહીં.
6) દાન કરો.
7) ગરીબોની કે દરદીઓની સેવા કરો. તેમની પાછળ તન, મન અને ધનથી ઘસાવ.