કેતુને શાંત કરવાના પ્રેક્ટિકલ ઉપાય
રાહુ એ આપણું ભવિષ્ય છે અને કેતુ આપણો ભૂતકાળ. કેતુ એટલે આપણા ડીએનએ. કેતુ પૂર્વ જન્મોને, જે ઓલરેડી ભોગવી લીધું છે, જે આપણને જન્મજાત પ્રાપ્ત છે તેને રીપ્રેઝન્ટ કરે છે. કોઈ બાળપણથી સારો સિંગર હોય. આપણે કહીએ છીએ કે આ વ્યક્તિને આ ટેલેન્ટ ગોડ ગિફ્ટ છે. ગોડ ગિફ્ટ એ કેતુ છે.
ભગવાન વિષ્ણુએ સ્વરભાનું શીશ વાઢ્યું ત્યારે અમૃતની થોડી બૂંદો પેટમાં જતી રહી હતી, આથી રાહુની જેમ કેતુ પણ અમર છે. શીશ એ રાહુ, બાકીનું શરીર એટલે કેતુ. બાકીના શરીરમાં હૃદય આવે છે. કેતુ પાસે હૃદય છે. તેથી તે મોક્ષ અપાવી શકે છે. કેતુ ગૂઢ રોગ આપે છે. ગુપ્ત રોગ નહીં, ગૂઢ રોગ. પકડાય નહીં એવા રોગ. તે ડિટેચમેન્ટ આપે છે. સમાજથી, લોકોથી અળગા કરી દે. ને તે મોક્ષ પણ આપે છે. કુંડળીમાં કેતુ પીડિત હોય તો તે દિગ્ભ્રમિત કરી દે છે. કેતુને પ્રસન્ન કરવામાં આવે, તેને શાંત કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મળે છે.
કેતુને શાંત રાખવાના ઉપાય આ રહ્યા. ( remedies for ketu )
1) સંત એ પૃથ્વી પરના કેતુ છે. તેમનો આદર કરો. તેમની સેવા કરો.
2) શ્વાન એ કેતુ છે. શ્વાનને રોજ બિસ્કિટ નાખો.
3) કેતુ એ ભૂતકાળ છે. કેતુની પીડાથી બચવું હોય તો ભૂતકાળ વાગોળવાનું બંધ કરો.
4) ધ્યાન કરો. દોડાદોડ બંધ કરી દો.
5) મહત્ત્વાકાંક્ષા છોડી દો. ગોલ બનાવવાનું મૂકી દો.
આભાર
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા