FAQ’s
ફોન કન્સલ્ટેશનમાં શું આવશે?
તમે પેમેન્ટ કરો એટલે થોડી જ વારમાં અમે તમને સામેથી કોલ કરીને કન્સલ્ટેશનનો સમય ગોઠવી આપીશું. તમને અને અમને બંનેને અનુકૂળ હોય એ પ્રમાણે નક્કી કરેલા સમયે તમને કોલ કરશું. તમારી કુંડળીનો જે કંઈ અભ્યાસ કરીએ એ તમને જણાવશું. ઉપરાંત તમારા સવાલના જવાબ આપશું. તમારી સમસ્યાના બેસ્ટ પોસિબલ ઉપાય પણ સૂચવીશું.
તમારું પ્રીડિક્શન કેટલું સચોટ હશે?
અમારું પ્રીડિક્શન 100 ટકા નહીં, પણ 80 ટકા સાચું હશે.
કન્સલ્ટેશનમાં તમે કેટલી વાર સુધી ફોનમાં વાત કરશો?
જ્યારે તમારો કોલ શેડ્યુલ થયો હશે ત્યારે અમે તમારી સાથે ફોન પર 30 મિનિટ સુધી વાત કરીશું.
તમે કયા-કયા ટોપિક પર માર્ગદર્શન આપો છો?
ધન યોગ, રાજયોગ, કરિયર કાઉન્સેલિંગ, રેલિશનશિપ કાઉન્સેલિંગ, ફોરેન સેટલમેન્ટ, બિઝનેસ, મેરેજ, દામ્પત્ય જીવનને લગતી સમસ્યાઓ, હેલ્થ વગેરે. ખાસ નોંધી લો કે અમે ભૂતપ્રેત, વશીકરણ, મેલીવિદ્યા, મેજિક કે તંત્ર સંબંધિત કોઈ કામ કરતા નથી.
ફોન કન્સલ્ટેશન દરમિયાન કેટલા સવાલ પૂછી શકાય?
સવાલની કોઈ લિમિટ નથી. ટાઇમ લિમિટ છે. 30 મિનિટ સુધી વાત થઈ શકે અને તે પણ એક જ વખત. ત્યાર બાદ વાત કરવી હોય તો ફરીથી અપોઇન્ટમેન્ટ લેવાની રહે.