14મી ઓક્ટોબરથી શેર માર્કેટ નેગેટીવ ટ્રેન્ડ પકડે એવી શક્યતા છે. કારણ કે 14મી ઓક્ટોબરથી શેરબજારની ઓપનિંગ બેલ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન આવે છે. ઓપનિંગ બેલ કુંડળીનો લગ્નેશ મંગળ અષ્ટમ સ્થાનમાં હશે, જે નકારાત્મક કહેવાય. વળી, તે બિનફળદ્રુપ રાશિમાં ગોચર કરતો હશે તે પણ નેગેટીવ કહેવાય. 20મી ઓક્ટોબરે મંગળ મિથુન છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક પણ બિનફળદ્રુપ રાશિ ગણાય છે. ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજીનો એક સિદ્ધાંત એવો છે કે બજાર ઓવર પ્રાઇસ હોય અને મંગળ બિનફળદ્રુપ રાશિમાં પ્રવેશ કરે તો તે દિવસે બજારમાં મોટો ફોલ આવી શકે છે. આથી 21મી ઓક્ટોબરે માર્કેટ શાર્પ ફોલ આપી શકે છે. ઇફેક્ટમાં એક-તારીખ આગળ પાછળ પણ થઈ શકે. દિવાળી સુધીમાં બજારમાં મોટી નેગેટીવ મુવમેન્ટમ થવાની સંભાવના છે.
શેરબજારનો માસિક ટ્રેન્ડ નક્કી કરવા માટે સૂર્ય આધાર સ્થંભ ગણાય છે. 17મી ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે, જે તેની નીચસ્થ રાશિ છે અને બિનઉપજાઉ રાશિ પણ છે. 17મીથી 20મી ઓક્ટોબર સૂર્ય રાશિ કુંડળી અને નવાંશ કુંડળી બંનેમાં બિનફળદ્રુપ રાશિમાં હશે. 17મી ઓક્ટોબરથી 25મી ઓક્ટોબર સુધી ફાઈનાન્સનો કારક ગ્રહ ગુરુ પણ બિનફળદ્રુપ રાશિમાં ગોચર કરતો હશે. 22મી ઓક્ટોબર સુધી બુધ અસ્ત હશે. અને 29મી ઓક્ટોબર સુધી તે પણ બિનઉપજાઉ રાશિમાં હશે. આથી એ રીતે પણ આ સમય સંવેદનશીલ ગણાય. 17મી ઓક્ટોબર, 18મી ઓક્ટોબર અને 21મી ઓક્ટોબર ગણતરીઓ પ્રમાણે વધુ સંવેદનશીલ તારીખો લાગી રહી છે. તમે એક કે બે તારીખ આગળ-પાછળ પણ તેની અસર જોઈ શકો છો. ઇનશોર્ટ, 14મી ઓક્ટોબરથી દિવાળી સુધી શેર માર્કેટમાં મોટી નેગેટીવ મોમેન્ટમ જોવા મળે એવી સંભાવના છે.