fbpx

કેવા ગ્રહયોગ હોય તો બિઝનેસ કરી શકાય?

કેવા ગ્રહયોગ હોય તો બિઝનેસ કરી શકાય?

બિઝનેસ કરું કે નોકરી આ આજના યુવાનોને ખૂબ મૂંઝવતો પ્રશ્ન છે. ખાસ કરીને જે યુવાનના હાથમાં સારી નોકરી હોય અને તેમને બિઝનેસ કરવાની ઇચ્છા હોય તો પણ સ્વિચ ઓવર કરવાની હિંમત કરી શકતા નથી. તેને ભય રહે છે કે હું બિઝનેસ નહીં કરી શકું તો? તો આજે તમારો આ ભય. આ ડાઉટ દૂર કરવાનો પ્રયાસ કરું.

બિઝનેસમાં આગળ વધવા માટે ચંદ્ર અને બુધ આ બે ગ્રહો સૌથી મહત્તવના છે. બુધ વેપારનો કારક ગ્રહ છે. ચંદ્ર મનોકારક છે.

1) જે જાતકની કુંડળીમાં બુધ બળવાન હોય તેઓ બિઝનેસ કરી શકે. બુધ 10મા કે 11મા સ્થાન સાથે જોડાતો હોય તો અતિ ઉત્તમ.

2) બુધ અસ્ત હોય તો બિઝનેસનું રિસ્ક ન લેવું.

3) વાણી કે વ્યય સ્થાન સાથે બુધ સંકળાયેલો હોય, સાથોસાથ વક્રી પણ હોય તો બિઝનેસનું રિસ્ક ન લેવું.

4) બુધ કેતુ કે બુધ રાહુની યુતિ હોય તો બિઝનેસનું રિસ્ક ન લેવું.

5) ચંદ્ર અસ્ત હોય કે બીજી કોઈ રીતે પીડિત હોય તો બિઝનેસનું રિસ્ક ન લેવું.

6) ધંધામાં બધા દિવસો સરખા ન હોય. ચડાવ-ઉતાર આવે જ. એમાં ચંદ્ર નબળો હોય તે જાતક નબળા દિવસો સહન કરી શકે નહીં. આથી બિઝનેસ કરવામાં તેને અતિ મુશ્કેલી પડે.

7) મોટો બિઝનેસ કરવો હોય. જેમાં તમે ઇચ્છતા હો કે તમારા હાથ નીચે 10-12 કે 25-50 કે તેથી પણ વધુ કર્મચારીઓ કામ કરતા હોય તો શનિ સારો હોવો જરૂરી છે. સારો શનિ સારી વર્કફોર્સ આપે છે. નબળો શનિ હોય તેવા બિઝનેસમેન હંમેશા તે કર્મચારીઓથી છેતરાય છે અથવા તેને ત્યાં સ્ટાફ ટકતો નથી.

8 ) અમુક અંશે મંગળ પણ સારો હોવો જરૂરી છે. નોકરીમાં સાહેબ તમને કહેશે કે ભાઈ ટાઇમે નોકરી પર આવી જજે. બિઝનેસમાં તમને કોઈ કહેનારું નથી. આવામાં તમારામાં સેલ્ફ ડિસિપ્લિન નહીં હોય તો તમારો બિઝનેસ ખરાબ થઈ જશે. મંગળ તમને સેલ્ફ ડિસિપ્લિન આપશે.

કેવા ગ્રહયોગ હોય તો બિઝનેસ કરી શકાય?

Recent Post

Scroll to Top