કોઈ પણ ગ્રહની પીડાને શાંત કરવાનો એક ઉત્તમ ઉપાય છે મેડિટેશન. માનવ શરીરના સાત ચક્રો સાત ગ્રહો સાથે જોડાયેલા છે. મુલાધાર-મંગળ, સ્વાધિષ્ઠાન-બુધ, નાભિ ચક્ર-ગુરુ, હૃદય ચક્ર-શુક્ર, વિશુદ્ધી ચક્ર-શનિ, આજ્ઞાચક્ર- સૂર્ય, સહસ્રાર-ચંદ્ર. ધ્યાન કરવાથી આ ચક્રો સંતુલિત થવા લાગે છે અને ગ્રહોની પીડા શાંત પડી જાય છે. રોજ અડધા કલાકનું ધ્યાન જીવન ક્યારે બદલી નાખશે ખબર પણ નહીં પડે. હું કોઈ યોગી નથી. માત્ર જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસું છું. મારા અભ્યાસ દરમિયાન મારી જાણકારીમાં જે આવ્યું છે તે આપની સાથે વહેચીને ગમતાનો ગુલાલ કરું છું. મારી જાણકારી પ્રમાણે યોગ અને ધ્યાન આપણા જન્માંતરના બૂરા કર્મોને કાપવાનો શોર્ટકટ છે. ગ્રહોની પીડામાંથી મુક્તિ મેળવવાની મર્સી પીટીશન છે, જે ક્યારેય રીજેક્ટ થતી નથી.
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા