fbpx

જન્મ કુંડળીમાં ભ્રષ્ટાચારના યોગ

જન્મ કુંડળીમાં ભ્રષ્ટાચારના યોગ

ભ્રષ્ટાચાર શબ્દ આમ જોઈએ તો બહુ જનરલ શબ્દ છે. કારણ કે દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક કંઈક તો ખોટું કર્યું જ હોય છે. એનો સ્કેલ ટ્રાફિક પોલિસને લાંચ આપવા જેટલો નાનો પણ હોય અને નકલી સ્ટેમ્પ પેપર છાપવા જેટલો મોટો પણ હોય. અહીં આપણે મોટા ભ્રષ્ટાચારની વાત કરવી છે. કેવા ગ્રહયોગ જાતકને મોટો ભ્રષ્ટાચાર કરવા તરફ દોરી જાય છે? જોઈએ.

– વરાહ મિહિર રચિત બૃહદ સંહિતા પ્રમાણે જન્મ કુંડળીના આઠમા અને બારમા સ્થાનમાં રહેલા અશુભ ગ્રહો જાતકનું આચરણ ભ્રષ્ટ હોવાનો ઇશારો કરે છે.
– જાતક પરિજાત પ્રમાણે લગ્ન સ્થાનમાં પાપ ગ્રહોની હાજરી ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. પાપ ગ્રહો એટલે શનિ, રાહુ, કેતુ, મંગળ અને સૂર્ય. (જો આ ગ્રહો લગ્નમાં ઉચ્ચના હશે તો ભ્રષ્ટાચારની શક્યતા ઓછી છે, પરંતુ નીચસ્થ હશે તો બિલકુલ શક્યતા છે.)
– બૃહદ જાતક પ્રમાણે એક જ સ્થાનમાં બે પાપ ગ્રહો ભ્રષ્ટાચાર તરફ સંકેત કરે છે. જેમ કે શનિ-રાહુ, શનિ-કેતુ, મંગળ-રાહુ
– ચંદ્ર અને રાહુની યુતિ માણસને સ્વૈચ્છાચારી બનાવે છે. પોતાની મરજીથી વર્તનારો. ક્યારેક આ સ્વૈચ્છાચાર ભ્રષ્ટાચાર બની રહે છે.
– મંત્રેશ્વર રચિત ફળદીપિકા પ્રમાણે દસમા સ્થાનમાં એકથી વધુ પાપગ્રહો ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે.
– છઠ્ઠા સ્થાનમાં શનિ, સૂર્ય, કેતુની યુતિ અનીતિના માર્ગે લઈ જાય છે.

આ આર્ટીકલ કોઈને જજ કરવા માટે નહીં, પરંતુ જ્યોતિષીય સમજ માટે છે. બાકી વાલિયો લૂંટારો વાલ્મિકી ઋષિ બની શકતા હોય તો કોઈ પણ સમયે ખોટા રસ્તેથી પાછું વળી જ શકાય છે. પેલું ઓસ્કાર વાઇલ્ડે કહ્યું છેને, એવરી સેઇન્ટ હેઝ એ પાસ્ટ એન્ડ એવરી સીનર હેઝ અ ફ્યુચર.

જન્મ કુંડળીમાં ભ્રષ્ટાચારના યોગ

Recent Post

Scroll to Top