fbpx

મિથુન રાશિ

મિથુન રાશિ

  • મિથુન રાશીનું પ્રતીક છે, યુગલ. એક પુરુષ છે, જેના હાથમાં ગદા છે અને એક સ્ત્રી, જેના હાથમાં વીણા. મિથુન રાશિના જાતકો વર્સેટાઇલ એટલે કે બુહઆયામી પ્રતિભા ધરાવતા હોય છે.
  • તેઓ એકલા રહી શકતા નથી. તેમને હંમેશા કોઇની કંપની જોઈએ છે. ખાસ કરીને વિજાતીય વ્યક્તિની સંગતમાં રહેવું તેમને ગમે છે. તેમને ટ્રાવેલિંગ કરવું અને વાતો કરવી ખૂબ ગમે છે.
  • તેમનો ચહેરો ગોળ હોય છે. નાક અને હાથ લાંબાં હોય છે. તેઓ ચંચળ હોય છે, વાચાળ હોય છે. સર્જનશીલ હોય છે, તેમને ગોસિપ કરવી ખૂબ ગમતી હોવાથી સારા પત્રકાર બની શકે છે.
  • તેઓ મલ્ટી ટાસ્કિંગ હોય છે. એક કરતા વધુ વ્યવસાયમાં એકસાથે કામ કરી શકે છે. ઝાઝાં કામ હાથમાં લેવાની કુટેવને કારણે પોતાના કામને અંજામ સુધી લઈ જવામાં તેમને મુશ્કેલી પડે છે.
  • તેમનામાં ખૂબ સારી માર્કેટિંગ સ્કિલ હોય છે. દલીલ કરવામાં હોશિયાર હોય છે. અત્યંત બુદ્ધિશાળી હોય છે. કળા અને સાહિત્યના શોખીન હોય છે.
  • પ્રોફેશન

તેઓ બિઝનેસમેન, લેખક, ડિઝાઇનર, આર્કિટેક્ટ, બ્યુટિશિયન, જ્વેલર, મેનેજર, પાકશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી, ખેડૂત અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી ઘડે છે.

એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Recent Post